Skip to main content

Geo Gujarat News

આમોદના વેડચા ગામે ૩ હેક્ટરમાં ફેલાયેલા ૮૧ જાતના વૃક્ષોથી સજ્જ ‘વનકવચ’નું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ

આમોદ તાલુકાના વેડચા ગામે પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વધારવાના હેતુથી વિકસાવવામાં આવેલા વિશાળ વનકવચનું ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આશરે ૩ હેક્ટરમાં ફેલાયેલા આ વન કવચમાં ૮૧ જાતના વિવિધ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તાર હરિયાળીથી લહેરાઈ ઉઠ્યો છે.વનકવચના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી સાથે આમોદ ભરૂચ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન વિમલ પટેલ, સહિત ભાજપના કાર્યકરો, ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા ‘એક પેડ માં કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મહેમાનોએ વૃક્ષો વાવી પર્યાવરણ સંરક્ષણ અને વધુમાં વધુ વૃક્ષો વાવવાના સંદેશ સાથે લોકોને હરિયાળી જાળવવા પ્રેરિત કર્યા હતા.આ ઉપરાંત વનકુટિરનું પણ ધારાસભ્યના હસ્તે રીબીન કાપી લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે આમોદ સામાજિક વનીકરણ રેન્જના ફોરેસ્ટર મહેન્દ્રસિંહ કપલેટીયા તેમજ બીટ ગાર્ડ વિપિન પરમાર સહિત વન વિભાગના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.ફોરેસ્ટર મહેન્દ્રસિંહ કપલેટીયાના માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવેલા આ વનકવચમાં વિવિધ પ્રજાતિના વૃક્ષોના વાવેતરથી આવનારા સમયમાં વિસ્તારનું પર્યાવરણ વધુ હરિયાળું અને સમૃદ્ધ બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિત ઉપસ્થિત મહેમાનોએ ૩ હેક્ટરમાં વિકસાવવામાં આવેલા વનકવચની મુલાકાત લઈ વિવિધ વૃક્ષોનું નિરીક્ષણ કર્યું હતું.વિશાળ વિસ્તારમાં કરવામાં આવેલા વૃક્ષારોપણ અને વિકસતી હરિયાળી નિહાળી ઉપસ્થિત મહેમાનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!