આમોદમા શક્તિ અને ભક્તિના ઉપાસનાનું પર્વ એવા નવરાત્રીના પર્વને અનુલક્ષી આમોદના કાલિકા માતા મંદિરે સરદાર પટેલ શોસિયલ ગ્રુપ દ્વારા ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કાલિકા માતાજીની છબી પાસે દીપ પ્રાગટ્ય કરી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે આમોદ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા,શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.સરદાર પટેલ શોસિયલ ગ્રુપ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્સવમાં યુવાનોએ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.તેમજ ધારાસભ્ય ડી.કે.સ્વામીનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરી સરદાર પટેલ સોશિયલ ગ્રુપ તથા ખેલૈયાઓને નવરાત્રિ પર્વની શુભેરછાઓ પાઠવી હતી.નાના બાળકોને છુક છુક ગાડી રમાડી ગરબાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ફટાકડાની આતશબાજી સાથે નવરાત્રી પર્વનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023