Skip to main content

Geo Gujarat News

આમોદના દોરા ગામ નજીક ગોઝારો અકસ્માત: રાત્રે ઘરે જઈ રહેલા માલકીનપુરાના શ્રમિક યુવકને અજાણ્યા વાહને અડફેટે લેતા કરુણ મોત

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને દુખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા માલકીનપુરા ગામના ૩૮ વર્ષીય શ્રમિક યુવક વસંતભાઈ ચંદુભાઈ વસાવાટનું અજાણ્યા વાહનની ટક્કરથી અકાળે મોત નીપજ્યું છે. ગત ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ મધ્યરાત્રિએ આશરે ૧૨:૩૦ થી ૧:૩૦ વાગ્યાના સુમારે વસંતભાઈ કોઠી વાતરસા ગામ તરફથી દોરા ગામ તરફ જવાના પાકા ડામર રોડ પરથી પોતાના રસ્તે જઈ રહ્યા હતા, તે દરમિયાન દોરા ગામથી અંદાજે એક કિલોમીટર દૂર રોડની ડાબી બાજુએ ચાલી રહેલા વસંતભાઈને કોઈ બેફામ અને બેજવાબદાર અજાણ્યા વાહનચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારીને જોરદાર અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં વસંતભાઈને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર અને મરણમૂલ ઈજાઓ પહોંચતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું, પરંતુ અકસ્માત સર્જ્યા બાદ નિર્દયી વાહનચાલક માનવતા નેવે મૂકી અંધારાનો લાભ લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.આ બનાવ અંગે મૃતકના નાના ભાઈ જયેશભાઈ ચંદુભાઈ વસાવા દ્વારા આમોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ રૂટના આધારે ફરાર વાહનચાલકને શોધી કાઢવાની કવાયત હાથ ધરી છે. એકમાત્ર કમાનાર વ્યક્તિના અચાનક અને આકસ્મિક અવસાનથી માલકીનપુરા ગામમાં શોકની કાળી ડિબાંગ છાયા છવાઈ ગઈ છે અને નિર્દોષ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે બેફામ દોડતા હિટ એન્ડ રન કરનાર વાહનચાલકો સામે પોલીસ તંત્ર દ્વારા કડક પેટ્રોલિંગ અને તપાસ ગોઠવાય તેવી લોકબુલંદ માંગ ઉઠી છે.

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!