Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વર: માતાના ઠપકાથી લાગી આવ્યું? દઢાલની સિદ્ધેશ્વરી સોસાયટીમાં 20 વર્ષીય યુવકે જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોકનો માહોલ

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામ નજીક આવેલી સિદ્ધેશ્વરી સોસાયટીમાં 20 વર્ષીય યુવકના આપઘાતની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. શાકભાજીનો છૂટક ધંધો કરતા યુવકે પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. માતાએ ધંધામાં ધ્યાન આપવા બાબતે ઠપકો આપ્યો હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે. યુવાન દીકરાના અચાનક મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. મળતી માહિતી મુજબ, સિદ્ધેશ્વરી સોસાયટીના મકાન નંબર 83માં પરિવાર સાથે રહેતો સોનુકુમાર જયપ્રકાશ છૂટક શાકભાજીનો વ્યવસાય કરતો હતો. શાકભાજીના ધંધામાં પૂરતું ધ્યાન ન આપતો હોવાના કારણે તેની માતાએ તેને ઠપકો આપ્યો હતો. આ વાતનું લાગી આવતાં યુવકે ઘરના રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં પરિવારજનોએ અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી યુવકના મૃતદેહને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગડખોલ સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. માત્ર 20 વર્ષની ઉંમરે યુવકના આકસ્મિક અવસાનથી સિદ્ધેશ્વરી સોસાયટી સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી છે. જોકે, આપઘાત પાછળનાં ચોક્કસ સંજોગો અંગે પોલીસ તપાસ બાદ વધુ વિગતો સામે આવશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!