Skip to main content

Geo Gujarat News

સંભવિત વીજસંકટ વચ્ચે AMCનો મોટો નિર્ણય: દિવાળીએ અમદાવાદમાં મર્યાદિત રોશની, માત્ર 7 સ્થળોએ જ થશે લાઇટિંગ

રાજ્યમાં સંભવિત વીજસંકટની આશંકા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા દિવાળીના તહેવારને લઈને વીજળી બચતના હેતુથી મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દર વર્ષે દિવાળીના પર્વ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારો અને બ્રિજને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે, પરંતુ આ વખતે વીજળીનો વપરાશ મર્યાદિત રાખવા માટે ડેકોરેશનમાં કાપ મૂકવામાં આવ્યો છે. AMCના નિર્ણય મુજબ આ દિવાળીએ સાબરમતી નદી પરના માત્ર છ બ્રિજ અને નગરદેવી ભદ્રકાળી મંદિર સહિત કુલ સાત સ્થળોએ જ લાઇટિંગ કરવામાં આવશે. એટલું જ નહીં, દર વર્ષે સાંજે 7 વાગ્યાથી બીજા દિવસે સવારે 7 વાગ્યા સુધી ચાલુ રહેતી રોશનીનો સમય પણ ઘટાડવામાં આવ્યો છે. હવે દિવાળીના દિવસોમાં સાંજે 7 વાગ્યાથી રાત્રે 1 વાગ્યા સુધી જ લાઇટિંગ ચાલુ રાખવામાં આવશે. સંભવિત વીજસંકટ વચ્ચે વીજળીનો બિનજરૂરી વપરાશ ઘટાડવા અને ઊર્જા બચતને પ્રાધાન્ય આપવાના પ્રયાસરૂપે AMCએ આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે. જોકે, આ વખતે અમદાવાદમાં દિવાળીની રોશનીનો ઝગમગાટ અગાઉની સરખામણીએ મર્યાદિત જોવા મળશે.

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/CBKEJbrs7zZ3abqChUsUyq?s=sw&p=a&mlu=4&ilr=4&iam=2

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!