Skip to main content

Geo Gujarat News

અંકલેશ્વર સ્ક્રેપ ડીલર એસોસિએશન દ્વારા જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલનું સન્માન, પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અને ડિરેક્ટરનું પણ કરાયું અભિવાદન..

અંકલેશ્વરના અંસાર માર્કેટ ખાતે સ્ક્રેપ ડીલર એસોસિએશનના ઉપક્રમે વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલને મંત્રીપદની જવાબદારી સંભાળવા ઉપરાંત પંડવાઈ સુગરના ચેરમેન તરીકે વરણી થવા બદલ સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે એસોસિએશનના સભ્યોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને સન્માન દ્વારા અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં પંડવાઈ સુગરના વાઇસ ચેરમેન અરવિંદ પટેલ અને ડિરેક્ટર રાકેશ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્ક્રેપ ડીલર એસોસિએશનના પ્રમુખ રમેશ બોરા સહિત ભપજીભાઈ અને રફાકતભાઈ દ્વારા મંત્રી ઈશ્વરસિંહ પટેલની સાથે વાઇસ ચેરમેન અરવિંદ પટેલ તથા ડિરેક્ટર રાકેશ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.સમારોહ દરમિયાન ઉપસ્થિત મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમની નવી જવાબદારીઓ અને હોદ્દાઓ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અંકલેશ્વરના સ્ક્રેપ વ્યવસાય સાથે સંકળાયેલા વિવિધ વેપારીઓ અને એસોસિએશનના સભ્યોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ પ્રસંગે એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યોએ મહાનુભાવોને શુભકામનાઓ પાઠવી હતી. વેપારી સંગઠન દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં સામાજિક એકતા, પરસ્પર સહયોગ અને મહાનુભાવોના અભિવાદનની ભાવના જોવા મળી હતી.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!