Skip to main content

Geo Gujarat News

ભરૂચના જૂના ઝાડેશ્વરમાં મંડપ-ડેકોરેશનના ગોડાઉનમાં ભીષણ આગ! બે ફાયર ટેન્ડરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો

ભરૂચના જૂના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા સુથાર ફળિયામાં મંડપ અને ડેકોરેશનના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ‘ચામુંડા કૃપા મંડપ એન્ડ ડેકોરેશન’ નામના આ ગોડાઉનમાં શ્રીજી ગ્રાફિક્સના ચંદ્રકાંત પટેલનો માલિકી હક હોવાનું જાણવા મળ્યું છે. ગોડાઉનમાં ફરાસખાના સહિત મંડપ અને ડેકોરેશનનો મોટા પ્રમાણમાં સામાન સંગ્રહિત કરવામાં આવ્યો હતો. આગ લાગતાં જ ગોડાઉનમાં રાખેલા સામાનને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતાં બે ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આગમાં ગોડાઉનનો સામાન બળીને નુકસાન થયું છે, જોકે સમયસર ફાયર વિભાગે કામગીરી હાથ ધરતાં મોટી દુર્ઘટના ટળી હતી અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. બીજી તરફ, આ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ગોડાઉનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ શું હતું? આગ લાગતાં પહેલાં સુરક્ષાનાં પૂરતાં સાધનો ઉપલબ્ધ હતાં કે કેમ? તેમજ આગથી થયેલા નુકસાનનો સાચો આંકડો કેટલો છે? તે સહિતના સવાલો હાલ ઊભા થયા છે. આગ લાગવાનું કારણ જાણવા તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે તે જરૂરી બન્યું છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!