ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) ના ૨૨૦ કે.વી. સબસ્ટેશનના મુખ્ય ગેટ પાસે રાત્રિના સમયે અંદાજે ૪ ફૂટ લાંબો અત્યંત ઝેરી કોબ્રા (નાગ) સાપ રસ્તા પર ફૂંફાડા મારતો નજરે પડતા સ્થાનિકો અને કર્મચારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.ઘટનાની જાણ નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારને કરવામાં આવતા જ તેઓ ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના તેમની ની રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. રાત્રિના અંધારામાં પણ અંકિત પરમાર અને તેમની ટીમે અત્યંત સાવચેતી અને કુશળતાપૂર્વક ૪ ફૂટના મહાકાય કોબ્રા સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો, જેના પગલે સૌએ રાહતનો શ્વાસ લીધો હતો અને ત્યારબાદ આ સાપને સુરક્ષિત કુદરતી રહેઠાણમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023