અંકલેશ્વર: અંકલેશ્વર પોલીસ ડિવિઝન હેઠળ આવતા છ પોલીસ સ્ટેશનમાં લાંબા સમયથી પડતર રહેલા તથા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા વાહનોની હરાજી યોજવામાં આવી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલી આ હરાજીમાં કુલ 159 વાહનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
હરાજીની પ્રક્રિયા પૂર્ણ થતાં પોલીસ વિભાગને કુલ 5.87 લાખની આવક થઈ હતી. આ હરાજીમાં અંકલેશ્વર એ ડિવિઝન, અંકલેશ્વર રૂરલ, અંકલેશ્વર બી ડિવિઝન, અંકલેશ્વર જીઆઈડીસી, પાનોલી અને હાંસોટ પોલીસ સ્ટેશનનાં વાહનો વેચાણ માટે મૂકવામાં આવ્યાં હતાં. વિવિધ ગુનાઓના અનુસંધાને પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલા તેમજ પોલીસ સ્ટેશનના ઉપયોગમાં રહેલા વાહનોની નિયમોનુસાર હરાજી કરવામાં આવી હતી.
ડીવાયએસપી કુશલ ઓઝાની અધ્યક્ષતામાં યોજાયેલી સમગ્ર પ્રક્રિયા દરમિયાન છએ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા. પારદર્શક રીતે હાથ ધરાયેલી હરાજીમાં કુલ 159 વાહનોનું વેચાણ થતાં પોલીસ વિભાગને 5 લાખ 87 હજારની આવક પ્રાપ્ત થઈ હતી.
આમ, પોલીસ સ્ટેશનોમાં લાંબા સમયથી બિનઉપયોગી કે જપ્ત અવસ્થામાં પડેલા વાહનોનો નિકાલ કરવાની સાથે સરકારી તિજોરીમાં આવક પણ જમા થઈ હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com