Skip to main content

Geo Gujarat News

ભરૂચના ગાયત્રીનગરમાં લોહિયાળ હુમલો, યુવાન તુષાર મોહિતે પર ચપ્પુના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરાતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા..

ભરૂચ શહેરમાં ગુનાખોરીના બનાવોમાં વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં એક યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. તુષાર મોહિતે નામના યુવાન પર ચપ્પુના ઘા ઝીંકવામાં આવતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક વિગતો અનુસાર, મકાનના ખરીદ-વેચાણના સોદા દરમિયાન થયેલી નાણાકીય લેવડદેવડને લઈને તકરાર થઈ હોવાનું અને આ જ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કરતાં યુવાન પર હુમલો થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, હુમલા પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.ઘટનાની જાણ થતાં ભરૂચ એ ડિવિઝન પોલીસ હરકતમાં આવી હતી અને સમગ્ર મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. હુમલામાં કોણ સંડોવાયેલું છે, હુમલા પાછળનું સાચું કારણ શું છે અને નાણાકીય વિવાદની ભૂમિકા કેટલી છે તે સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોલીસ તપાસ કરી રહી છે. ભરૂચ શહેરના રહેણાક વિસ્તારમાં યુવાન પર થયેલા આ પ્રકારના ચપ્પુ હુમલાએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા કર્યા છે. હવે પોલીસ તપાસમાં હુમલાખોરો સુધી ક્યારે પહોંચવામાં આવે છે અને સમગ્ર ઘટનાનું સત્ય ક્યારે બહાર આવે છે તેના પર સૌની નજર છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!