Skip to main content

Geo Gujarat News

આમોદના નાહિયેર ગામે ધારાસભ્ય દેવ કિશોર સ્વામીના નિવાસસ્થાનેથી અંદાજે 7 ફૂટ લાંબા ધામણ સાપનું નેચર સેવિંગ ફાઉન્ડેશન દ્વારા સફળ રેસ્ક્યુ

આમોદ તાલુકાના નાહિયેર ગામે આવેલા ધારાસભ્ય દેવ કિશોર સ્વામીના નિવાસસ્થાનના રસોડા માં અંદાજે 7 ફૂટ લાંબો ધામણ સાપ ઘૂસી આવતા ઉપસ્થિત લોકોમાં થોડીવાર માટે ભય અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. રસોડાના કબાટમાં વાસણોની પાછળ લપાયેલા આ સાપ પર નજર પડતા જ તુરંત નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારનો સંપર્ક કરવામાં આવ્યો હતો.ઘટનાની જાણ થતા જ અંકિત પરમાર પોતાની રેસ્ક્યુ ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કુશળતાપૂર્વક રસોડામાંથી આ 7 ફૂટ લાંબા ધામણ સાપનું સુરક્ષિત રેસ્ક્યુ કરી લીધું હતું, જેના પગલે હાજર સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ સાપને સુરક્ષિત રીતે તેના નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!