હિંદલ વલી ખવાજા મોઇનઉદ્દીન ચિસ્તીના આજે 812માં ઉર્ષની અજમેરમાં શ્રધ્ધાપૂર્ણ માહોલમાં ઉજવણી કરાઈ હતી. જેમાં વિશ્વ ભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા.

ભારતના રાજસ્થાનના અજમેર શહેરમાં હિંદલ વલીના નામથી વિશ્વ પ્રસિદ્ધ હઝરત શુફી સંત ખ્વાજા મોઇનઉદ્દીન ચીસતીની દરગાહ આવેલી છે. જેનો આજે ૮૧૨ મો વાર્ષિક ઉર્ષ શાનદાર રીતે શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે. જેમાં વિશ્વ ભરમાંથી તમામ ધર્મોના ભાવિકો ઊમટી પડયા હતા. ભાવિકો દ્વારા સૂફી સંતની મઝાર શરીફ ઉપર ચાદર અને ફૂલો ચડાવાયાહતા. આ પ્રસંગે દરગાહ કમિટી દ્વારા નિયાજ અને લંગરની વ્યવસ્થા કરાઈ હતી. શ્રધ્ધારુંઓ દ્વારા પણ નિયાઝનું વિતરણ કરાયું હતું. આ ઉર્ષનું ખાસ આકર્ષણ ભારતના વડાપ્રધાન તરફથી દર વર્ષે ચડાવવામાં આવતી ચાદર રહે છે જેની સાથોસાથ ભારતના રાષ્ટ્રપતિ, રાજસ્થાનના અને મધ્યપ્રદેશ ના મુખ્ય મંત્રી તરફથી ચાદરો ચડાવવામાં આવી હતી. આજે આ ઉર્ષમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com