Geo Gujarat News

ટિકિટ વગરના મુસાફરને TTEએ માર્યા ધડાધડ લાફા, લોકો ભડક્યાં: જુઓ વિડીયો

https://youtu.be/uL2TpojH_yE

ટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટલાંક લોકો ટિકિટ લીધા વિના યાત્રા કરતા હોય છે, જો કે તેઓ દંડ પણ ચુકવે છે. પરંતુ તાજેતરમાં એક એવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેનો જોઇને લોકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં એક TTE ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક મુસાફરને થપ્પડ મારતો દેખાઈ રહ્યો છે. આ વીડિયો બરૌની-લખનઉ એક્સપ્રેસનો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે મુસાફર પાસેથી TTE ટિકિટ માંગે છે અને તેની સાથે તેને મારી પણ રહ્યો છે. ઘણાં લોકો TTEને કહે છે કે, “સર, છોડી દો.” એક મુસાફર TTEને કહેતો પણ સંભળાઈ રહ્યો છે કે, “તમે મારી કેમ રહ્યા છો ?” જો કે TTE તમામ લોકોની વાતોની અવગણના કરીને વ્યક્તિને થપ્પડ મારતો મારતો રહે છે. જીઓ ગુજરાત ન્યૂજ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. પરંતુ હાલતો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે.

https://fb.watch/pEPGa3U1AN/

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *