આમોદની મેઈન ચોકડી પર મુખ્ય આમોદ પોસ્ટ ઓફિસ શાખાના અધિકારીઓના ફરજમાં અગત્યની આવતી કામગીરીમાં લાપરવાહી નગરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

ભરૂચ જિલ્લાના આમોદ શહેરની મેઈન ચોકડી પર આજરોજ સવારમાં ભારતીયોનું મુખ્ય ઓળખ કાર્ડ ગણાતું આધાર કાર્ડ એ.ઈ.પી.એસ સક્ષમ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને સાયબર છેતરપિંડી કરનારા ઓનું મુખ્ય હથિયાર એવા આમોદ શહેર તેમજ તાલુકાના સમગ્ર ગામની મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા સુરક્ષિત બંધ સીલપેક થેલામાં એસ.ટી નિગમની પાર્શલ સુવિધા મારફતે અન્ય સ્થળેથી આવેલ પાર્સલ લેવા અથવા પોંહચાડવામાં આવતો આધાર કાર્ડ તેમજ ડ્રાયવીંગ લાઇન્સ તેમજ પાનકાર્ડ તેમજ અન્ય જરૂરી ડોક્યુમેન્ટનો જઠ્ઠો આમોદ શહેરની મેઈન ચોકડી પર ખુલ્લામાં રોડ પર અસ્તવ્યસ્ત હાલતમાં મેઈન રસ્તા ઉપર ઉડતા જોવા મળ્યા હતા. વાયુ વેગે સમગ્ર વાત ફેલાતા નગરજનોની ભારે ભીડ સાથે હાજર લોકો આશ્ચર્યમાં પડ્યા હતા.

અનેક શહેરોમાં લોકોના મહેનતથી કમાયેલા પૈસા, આધાર કાર્ડ કે પેન કાર્ડ વગેરે ડોક્યુમેન્ટની મદદથી સાયબર ઠગો બેંકમાં જમાપૂજી કરેલા રૂપિયા ઉઠાવી લેતા હોવાના અનેક કિસ્સાઓ બની ચૂકયાના મીડિયામાં એહવાલો આવતાજ રહે છે. ત્યારે પોસ્ટ ઓફિસના સ્ટાફની ફરજ પરની લાપરવાહીથી પાર્સલ રવિવારના દિવસે મેઈન ચોકડી પર જાહેર સ્થળે વગર સીલ પેક બેગ વગર અને રસ્તામાં પડેલ હોય તો ગંભીર કહી શકાય એવી બાબતે પોસ્ટ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ આ મીડિયાના અહેવાલ બાદ આમોદની પોસ્ટ ઓફિસની મુખ્ય શાખાના અધિકારીઓની ફરજનું ભાન કરાવે એવી લોક માંગ ઉઠવા પામી છે.

યાસીન દિવાન : આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com