વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલે જણાવ્યું હતું કે, એલસીબીનો સ્ટાફ હાઈવે ઉપર વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન એક રાજસ્થાન પાર્સીંગના આઈસર ટેમ્પોને રોકીને બામણ ગામ પાસે તપાસ હાથ ધરી હતી. ટેમ્પોમાં ડ્રાઈવર કેબીનની પાછળના ભાગે ચોરખાનું બનાવેલું મળી આવ્યું હતું. જે ખોલીને તપાસતા તેમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આઈસર ટેમ્પો ચાલકનું નામ પૂછતા હનુમાનરામ બિશ્નોઈ હોવાનું અને બાડમેર રાજસ્થાન રહતો હોવાનું જણાવ્યું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com