ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ વન વિભાગના કર્મચારીઓને ધમકાવવા અને તેમને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા સાથે હવામાં ફાયરિંગ કરવાના આરોપ લાગ્યા હતા. ધારાસભ્ય ચૈતર વસાવાના કોર્ટે શરતી જમીન મંજૂર કર્યા છે. જ્યાં સુધી કેસ ચાલે ત્યાં સુધી નર્મદા જિલ્લાની હદની બહાર રહેવાની શરતે 39 દિવસ બાદ કોર્ટે જામીન આપ્યા છે. રાજપીપળા કોર્ટમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન માટે 20મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એડવોકેટ સુરેશ.કે.જોશીની દલીલને ધ્યાનમાં રાખી જજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના 1 લાખ રૂપિયાના શરતી જામીન મંજૂર કર્યા છે. જિલ્લાના પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક સેસન કોર્ટ જજ એન.આર. જોશીએ ચૈતર વસાવાના જામીન મંજૂર કર્યાં છે. જ્યાં સુધી કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી નર્મદા જિલ્લાનાની હદમાં પ્રવેશવું નહીં એ શરતે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. ચૈતર વસાવાને જામીન તો મળ્યા, પરંતુ હજુ મુશ્કેલી ઓછી થઈ નથી.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com