મહુવાના વાડી ફળિયામાં આવેલા એક અનાજ કરિયાણાની દુકાનમાં આજરોજ સવારે આગની ઘટના બનતા અફરાતફરી મચી ગઇ હતી. બારડોલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લીધો હતો. બનાવને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા.

સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના સામે આવી હતી. સુરત જિલ્લાના મહુવાના વાડી ફળિયામાં અનાજ કરિયાણાની દુકાનમાં આજરોજ સવારે અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેને લઇને ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ બારડોલી ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને બે કલાક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બનેલી આગની ઘટનામાં કરિયાણાની દુકાનના માલિકને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ક્યા કારણોસર આગ લાગીએ જાણવા મળ્યું ન હતું. આગની ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળેટોળાં એકત્ર થયા હતા.


Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com