Geo Gujarat News

વડોદરા: કરજણ તાલુકાનાં માંગરોલ ગામનો આદિવાસી વિસ્તાર પ્રાથમિક સુવિધાથી વંચિત.?, દૂષિત પાણી પીવાથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત | સાંભળો સ્થાનિકોની વેદના | VIDEO

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માંગરોલ ગામના આદિવાસી વિસ્તારમાં રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત હોવાના આક્ષેપ થઇ રહ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પીવાના પાણીની સમસ્યા સર્જાવા પામી છે. સાથે-સાથે દુષિત પીવાનું પાણી આવતાં અનેક લોકો ઝાડા ઉલટીના રોગના ભોગ બન્યા હોવાનું પણ સ્થાનિકો ધ્વારા જાણવા મળી રહ્યું છે.

દૂષિત પાણીની સમસ્યા બાબતે અનેક વાર સ્થાનિક તંત્રને આદિવાસી વિસ્તારના રહીશો દ્વારા રજૂઆત કરાઇ હોવાનું પણ રહીશોએ જણાવ્યું હતું. સ્થાનિક રહીશોની રજૂઆતને સ્થાનિક તંત્ર આંખ-આડા કાન કરી રહ્યું હોવાના પણ આક્ષેપ થઇ રહ્યા છે. માંગરોલ ગામે આદિવાસી વિસ્તારમાં ગટર લાઈન,રોડ રસ્તા સહિતની માણખાકીય સુવિધાઓનો અભાવ હોવાનું પણ સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું છે. આદિવાસી વિસ્તાર વિકાસથી વંચિત હોવાના કારણે સ્થાનિકો તંત્ર પ્રત્યે ભારે આક્રોશ વ્યક્ત રહી રહ્યા છે. તંત્ર દ્વારા વહેલી તકે પ્રાથમિક સુવિધાઓ આદિવાસી વિસ્તારમાં ઉપલબ્ધ કરાવવામાં તેવીસ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.

આ છે કાગળ ઉપર વિકાસની જમીની વાસ્તવિક્તા..!
આ છે કાગળ ઉપર વિકાસની જમીની વાસ્તવિક્તા..!

નઈમ દિવાન – વાગરા 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *