Geo Gujarat News

આમોદ: શહેરમાં શ્વાન અને કપિરાજનો ત્રાસ, ચાર બાળકોને શ્વાને બચકા ભર્યા, પાલિકાએ કાર્યવાહી હાથ ધરી

પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ નગરપાલિકા વિસ્તારમા વોર્ડ નં.૨ ના વાવડી ફળિયા વિસ્તારમાં રખડતા શ્વાન દ્વારા ત્રણથી ચાર નાના બાળકોને બચકા ભરી લોહીલુહાણ કર્યા હતા. જેથી સારવાર લેવાની ફરજ પડી હતી. જેની જાણ સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાને કરવામાં આવતા નગરપાલિકા દ્વારા રખડતા શ્વાનને પકડી લેવામાં આવેલ છે. જ્યારે બીજી બાજુ સમગ્ર શહેરમાં કપિરાજની પણ વસ્તી વધી જવાથી કેટલીક મહિલાઓને ઘરની બહાર વાસણ કે કપડાં ધોવા પણ નીકળવાનો ડર સતાવી રહ્યો છે. કેટલીક વાર કાપીરાજ અંદરો અંદર યુદ્ધે ચઢતા ભાગમ-ભાગીમાં કેટલાક રસ્તે ચાલતા રાહદારીને ધક્કો મારી ફેંકી દેવાની ઘટનાઓ પણ ભૂતકાળમાં સામે આવી હતી. તો કેટલીક વાર રાહદારીઓને બચકા પણ ભરી લેતા હોવાની બૂમો ઉઠી રહી છે. જેથી નગરપાલિકા દ્વારા આ અંગે પણ ત્વરિત કાર્યાવહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

યાસીન દિવાન – આમોદ 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *