ભરૂચ તાલુકાના થામ ગામ સ્થિત રઝા મેમોરીયલ હાઈસ્કુલ અને દારૂલ ઉલૂમ મોઈનુલ ઈસ્લામ થામ ખાતે ૭૫માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આજે તારીખ ૨૬ જાન્યુઆરી ૨૦૨૪ ને શુક્રવારના રોજ, ૭૫ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે થામ ગામના દારૂલ ઉલૂમ મોઈનુલ ઇસ્લામના પટાંગણમાં ધ્વજવંદન કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના શિક્ષક સમસાદ અલી સૈયદ, મૌલાના સાજીદ પટેલ,કારી રિયાઝ જાદવ તેમજ કુ.ખદીજા પટેલનું તેઓની સંસ્થામાં સુંદર કામગીરી અને સેવાઓને બિરદાવી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.

રિપોર્ટ : સૈયદ અમજદ ( બાપુ )
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com