અમદાવાદના સાણંદમાંથી ગ્રામ્ય SOGએ ડિગ્રી વિના પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી છેલ્લાં ત્રણ વર્ષથી સાણંદમાં પ્રેક્ટિસ કરીને લોકોને ડોક્ટર બની દવા આપતો હતો. આરોપી દર મહિને 15થી 20 હજાર રૂપિયા કમાતો હતો. પોલીસે ડોક્ટરના સામાન સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. અમદાવાદ ગ્રામ્ય SOGએ નળસરોવર રોડ પર આવેલી નંદનવન સોસાયટીમાં રહેતા વિષ્ણુ પટેલને ઝડપી પાડ્યો હતો. વિષ્ણુ પટેલ ભાડાના મકાનમાં રહીને ડોક્ટર તરીકેની એલોપેથિક માન્યતા ડિગ્રી વિના એલોપેથિક ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. આરોપી લોકોને એલોપેથિક દવા આપતો હતો. પોલીસે આરોપીને ઝડપીને જુદી-જુદી કંપનીની એલોપેથિક દવાઓ અને મેડિકલનાં સાધનો સહિત કુલ 9,381 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આરોપી સામે મેડિકલ પ્રેક્ટિસ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી છેલ્લાં ત્રણ વર્ષથી આ પ્રકારે પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું છે. પ્રેક્ટિસ થકી આરોપી દર મહિને 20 હજાર રૂપિયા કમાતો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com