Geo Gujarat News

જંગલનો રાજા પણ વલીઓના મજાર શરિફ ઉપર શિષ જુકાવે છે, જુઓ સિંહની પીર બુઝુર્ગો પ્રત્યેની આસ્થાનો તાદૃશ નમૂનો | VIDEO

વન્ય જીવો પણ સંતોમાં આસ્થા ધરાવતા હોવાની પ્રતીતિ કરાવતો વિડીઓ ગીરસોમનાથ જિલ્લાના જંગલમાંથી સામે આવ્યો છે. સોશિયલ મિડિયામાં વિડીયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે.

મનુષ્યોની સાથે સાથે વન્ય પ્રાણીઓ પણ સંતો માં પોતાની આસ્થા પ્રગટ કરવા સંતોના મજાર શરીફ પર હાજરી આપતા હોય છે, તેવોજ એક વિડીઓ સામે આવ્યો છે. ગીર સોમનથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ઇટવાયાથી ખિલાવડ તરફ જતા જંગલની નજીક રહીમશાહ પીરની દરગાહ શરીફ આવેલ છે. જયાં અવાર-નવાર જંગલના રાજા (સિંહ) પીરની દરગાહ પર માથું ટેકવવા આવી પોતાની અતુટ શ્રદ્ધા પ્રગટ કરી રહ્યા છે. આ નજારો સર્વ જીવ વનપર્યાવરણ સેવા ટ્રસ્ટના પ્રમુખ અબ્બાસભાઈ બ્લોચના નજરે પડ્યો હતો. સિંહની પીર બુઝુર્ગો પ્રત્યેની આસ્થાનો તાદૃશ નમૂનો રજૂ કરતો આ વીડિયો હાલ ખૂબ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેને જોઈને એમ નથી લાગતું કે ખરેખર સંતો અને ઔલિયાઓ પ્રત્યે માત્ર માનવ જ નહીં પરંતુ અબોલ પ્રાણીઓ પણ અખૂટ લગાવ ધરાવી રહયા છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *