ભરૂચ જિલ્લામા ચાલતી દારૂ તેમજ જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા ઉચ્ચ અધિકારોની સૂચના મુજબ ભરૂચ એલસીબી ની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયા પાનોલી જીઆઇડીસી નજીક આવેલ સર્વોત્તમ હોટલના પાર્કિંગમાં આઇસર ટેમ્પોમાં દારૂનો જથ્થો ભરેલ છે. અને ટેમ્પો પાર્કિંગમાં ઉભેલ છે. જેવી માહિતીના આધારે ભરૂચ એલસીબી ની ટીમે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો. અને ટ્રકને કોર્ડન કરી તેની તલાશી લેવાતાં તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી ટેમ્પોને પાનોલી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયો હતો. જયાં ગણતરી કરવામાં આવતાં દારૂની 47,664 બોટલ કે જેની આશરે કિમંત રૂા.47.66 લાખ હોવાનું બહાર આવ્યું હતું. આઇસર ચાલક હનુમંત બ્લુ સોડનવર (રહે દાપોડીગામ મહારાષ્ટ્ર )ની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં સોનુ કડુ નામના ઈસમ ની નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. 47 લાખનો દારૂ અને 10 લાખની ટ્રક મળી કુલ 57.72 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરવામાં આવી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com