Geo Gujarat News

અંકલેશ્વર: શહેરના જીન ફળિયા વિસ્તારમાંથી જાહેરમાં હાર જીતનો જુગાર રમતા ત્રણ ઈસમોને અંકલેશ્વર શહેર પોલીસે ઝડપી પાડ્યા

અંકલેશ્વર શહેર એ.ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ એ.ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર સીટી ડેપોની સામે આવેલ જીન ફળીયામાંની ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે કેટલા ઈસમો હારજીતનો જુગાર પૈસા વડે રમી રહ્યા છે જે બાતમીના આધારે પેટ્રોલિંગ વિભાગની ટીમે સ્થળ ઉપર રેડ કરતા ત્રણ ઈસમો નામે સંજયભાઈ કેવલભાઈ વસાવા અશોકભાઈ ગુલાબજી મારવાડી. તેમજ ગજેન્દ્રભાઈ સોમાભાઈ વસાવા નાઓ જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. પોલીસે ત્રણેય ઈસમોની અંગ જડતીમાંથી 10,200 રૂપિયા તેમજ દાવ ઉપરના 650 રૂપિયા મળી કુલ 10, 850 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ત્રણેય ઈસમો વિરુદ્ધ જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *