આમોદમાં શબનમ સ્પોર્ટ્સ કલબ દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડનું ઉદઘાટન કરી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખે ત્રોસ ઉછાળી ક્રિકેટ મેચનો પ્રારંભ કરાવ્યો હતો.
આમોદના આછોદ રોડ ઉપર સબનમ સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ મેહબૂબ કાકુજી દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આમોદ નગર સહિત તાલુકાના ક્રિકેટ રસિકો માટે આછોદ રોડ ઉપર સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવતા ક્રિકેટ રસિકોમાં આનંદ છવાઈ ગયો હતો. આજરોજ સવારે ૧૧ કલાકે દબદબાભેર થયેલા પ્રારંભમાં ભરૂચના પનોતા પુત્ર સ્વ.અહેમદ પટેલના પુત્રી મુમતાજબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, ભરૂચ ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદાર, દૂધધારા ડેરીના સાગર પટેલ,આમોદ પાલિકાના પૂર્વ પ્રમુખ સાજીદ રાણા, સલીમ રાણા, આગેવાન મહેશભાઈ શાહ ,કવિ અને લેખક મુસ્તાક પટેલ, તાલુકાના કોંગ્રેસી આગેવાન બચુશેઠ,આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન સુરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર રાષ્ટ્રગીત ગાયા બાદ ભરૂચ કિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખે ઇસ્માઇલ મતાદારે ટ્રોસ ઉછાળીને ક્રિકેટની શરૂઆત કરાવી હતી.જેમાં વડોદરાની ટીમે ત્રોસ જીતી ફિલ્ડીંગ લીધી હતી.અને ટંકારિયાની ટીમે બેટિંગ કરી હતી.આ પ્રસંગે સ્વ.અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ તેમજ સાગર પટેલ અને ભરૂચ ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ ઇસ્માઇલ મતાદારે નવા ક્રિકેટ ગ્રાઉન્ડનાં ઉદઘાટન પ્રસંગે આયોજક મહેબુબ કાકૂજી તથા આયોજકોને શુભેચ્છાઓ આપી હતી.અને આ સુંદર ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટરસિકો ક્રિકેટ રમી ભારત દેશ માટે પોતાનું યોગદાન આપે તેવી શુભેચ્છા આપી હતી.

યાસીન દિવાન : આમોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com