Geo Gujarat News

ખંભાત: કલમસર ખાતે રોહન ડાઇઝમાં ગેસ લીકેજ થતા પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમે તપાસ હાથ ધરી; કોઈ જાનહાની નહી

ખંભાતના રોહન ડાઈઝ કંપનીમાંથી ઝેરી ગેસ લીકેજથી અફડાતફડી મચી હતી. આજે વહેલી સવારના 4 કલાકે વેસલમાં ભરેલા ક્લોરો ગેસ બોટમમાંથી લીકેજની ઘટના બની હતી. ઘટનાની જાણ થતા પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ઝેરી ગેસ લીકેજ થતાં કલમસરના જેતપુરા, બાજીપુરા, પંડોરિયાપુરા, જહાંગીરપુરા સહિતના ગામોમાં ગેસની અસરથી થતા લોકોમાં રોષ ફેલાયો હતો.

પરિસર અને તેના અમુક અંતર સુધી થોડી અસરો જોવા મળી હતી. જો કે કોઈ જાનહાની થઈ નથી. લગભગ 11 વાગ્યા સુધીમાં વાતાવરણ એકદમ કન્ટ્રોલમાં આવી ગયું હતું તેમ પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારી માર્ગી પટેલે જણાવ્યું હતુ. મામલતદાર સહિત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારીઓએ આ અંગે તપાસ હાથ ધરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *