કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી થરા હાઇવે રોડ ઉપર ગાય આડે આવતા ટ્રેલર પલ્ટી જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં ટ્રેલર ચાલકે ગાય ને બચાવાજતા ટ્રેલર રોડની સાઈડમાં ખાબક્યું હતું. બનાવના પાગલે સ્થાનિક લોકોએ ટ્રેલર ચાલકને બહાર નીકાળ્યો હતો. આ બનાવ માં સદનશીબે મોટી જાનહાનિ ટળી હતી.

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં કાંકરેજ તાલુકાના ડુંગરાસણ અને વડા ગામ વચ્ચે નેશનલ હાઈવે પર એક ટ્રેલર વચ્ચે ગાય આવી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેલર પસાર થઈ રહ્યું હતું. એ સમય દરમિયાન રોડ વચ્ચે અચાનક ગાય આવી જતા ટ્રેલર ચાલકે તેને બચાવવા નો પ્રયાસ કર્યો હતો. જેથી ટ્રેલર ચાલકનું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેલર રોડની સાઈડમાં ખાબકી પલટી મારી ગયું હતું. બનાવના પગલે સ્થાનિક લોકો એકત્ર થઈ ટ્રેલરમાંથી ચાલકને બહાર નીકાળવામાં આવ્યો હતો.અકસ્માતમાં સદનશીબી મોટી જાનહાનિ ટળી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com