Geo Gujarat News

આણંદ : LCB પોલીસે બોરસદ નજીકથી વિદેશી દારૂની બોટલો સહિત રૂપિયા 42.07 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવર-ક્લિનરને દબોચ્યાં

આણંદ એલ.સી.બી પોલીસની ટીમ ગત રાત્રીના સમયે બોરસદ ટાઉન પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગમાં હતી. દરમિયાન બગોદરા-વાસદ હાઈવેની પર આસોદર પસાર કરી બોરસદ તરફ આવતી ટ્રક નંબર GJ 08 AU 6211 માં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેથી એલ.સી.બી પોલીસની ટીમે બોરસદ કિસ્મત કાઠીયાવાડી હોટલ નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબના વર્ણનવાળી ટ્રક નંબર GJ 08 AU 6211 આવતા પોલીસે તેને રોકી હતી અને ચાલક અરૂણકુમાર બાબુલાલ ખિલેરી (રહે-માલવાડા, નિમલીનાડી તા-ચિંતલવાના જી-સાંચોર, રાજસ્થાન) તેમજ ક્લિનર હનુમાનરામ વાગારામ ગોદારા (રહે-ભુણીયા, લચ્છીયા તા.સેડવા જી-બાડમેર, રાજસ્થાન) ની અટકાયત કરી હતી.

પોલીસે આ ટ્રકની તલાશી લેતાં તેમાં પાછળના ભાગે બોડીની અંદરના ભાગે એક મોટુ કન્ટેનર મુકેલ હતુ. જે ખોલી અંદર જોતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 6540 બોટલો મળી આવી હતી. પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો ? અને ક્યાં લઇ જવાનો હતો ? તે બાબતે પકડાયેલા ડ્રાઇવર-ક્લિનરની પુછપરછ કરી હતી. જેમાં આ બંને જણાં ગણપત નામના શખ્સના કહેવાથી દારૂ ભરેલી ટ્રક લેવા પંજાબ-હરિયાણા બોર્ડર પર આવેલ ખનૌરી ગયાં હતાં. જ્યાં પ્રકાશ અને બુધારામ નામના શખ્સોએ દારૂ ભરેલ ગાડી અપાવી હતી અને ગુજરાતના મુંદ્રા ખાતે લઈ જવા જણાવ્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 27,02,280, કન્ટેનર સાથેની ટ્રક કિંમત રૂપિયા 15,00,000 તેમજ એક મોબાઇલ કિંમત રૂપિયા 5000 મળી કુલ રૂપિયા 42,07,280 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પકડાયેલા ડ્રાઈવર અરૂણકુમાર બાબુલાલ ખિલેરી, ક્લિનર હનુમાનરામ વાગારામ ગોદારા તેમજ દારૂનો જથ્થો મોકલનાર ગણપત, પ્રકાશ અને બુધારામ વિરુદ્ધ પ્રોહિબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *