ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ ખાતે એક ફ્રી સર્જીકલ કેમ્પનું આયોજન કરવામા આવ્યું હતું. જેમાં પેટને લગતી તમામ સમસ્યાઓનું નિદાન જિલ્લાની નામાંકિત હોસ્પિટલોમાંની એક સરદાર પટેલ હોસ્પિટલ, અંકલેશ્વરના ખ્યાતનામ તબીબો શ્રી જયવીરસિંહ અટોદરિયા, કાર્ડિયોલોજિસ્ટ, શ્રી કલ્પેશ વડોદરીઆ, M S તથા તેમના સહાયક તબીબોએ દર્દીઓને તપાસી યોગ્ય દવા અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આયોજિત કેમ્પમાં દર્દીઓની તપાસ દરમ્યાન જરૂર પડે તેવા દર્દીઓનું ફ્રી મા ECG સાથે બીજા ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. આ સેવાનો મોટી સંખ્યામાં નબીપુર અને આજુબાજુના વિસ્તારના દર્દીઓએ લાભ લીધો હતો. નબીપુર હોસ્પિટલ ના સંચાલકોએ કેમ્પ માટે જરૂરી તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરી હતી. ડોકટર જયવીરે કેમ્પના સફળ આયોજન બદલ નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com