Geo Gujarat News

કરજણ: પોલીસે ૩૧ લાખ ઉપરાંતના ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમની ધરપકડ કરી.

વડોદરા જિલ્લાના કરજણ નજીકથી કરજણ પોલીસે મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કરજણ પોલીસને ચોક્કસ બાતમી હકિકત મળેલ કે એક બંધબોડી વાળુ આઇસર નં. એમ એચ – ૪૩ – બી પી – ૦૮૧૯ ભરૂચ તરફથી વડોદરા તરફ જનાર છે જેમા ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરેલ છે જેથી પોલીસ સ્ટાફ સાથે બામણગામના બસ સ્ટેશનથી થોડે આગળ હોરીઝોન ઇન્ડસ્ટ્રીઝની સામે કરજણથી વડોદરા તરફના ને.હા.નંબર ૪૮ રોડ ઉપર છુટા છવાયા ઉભા રહેલ અને આઇસર નં. એમ એચ – ૪૩ – બી પી – ૦૮૧૯ ની વોચમા હતા દરમ્યાન થોડીવારમા કરજણ તરફથી વડોદરા તરફના ટ્રેક ઉપર ઉપરોક્ત વર્ણન વાળુ આઇસર નં.એમ એચ – ૪૩ – બી પી – ૦૮૧૯ આવતા રોડ ઉપર ટ્રાફીક જામ કરાવી આઇસરને ઉભુ રખાવી અને આઇસરનો પાછળનો દરવાજો ખોલાવી આઇસરમાં જોતા ખાત્રી તપાસ કરતા તેમા ભારતીય બાનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો મળી આવ્યો હતો.


જે વિદેશી દારૂની કંપની શીલબંધ બોટલો નંગ- ૩૧૪૪૦ કી.રૂ.૩૧,૪૪,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડયો હતો. આરોપીને ઇંગ્લીશ દારૂ ભરેલ ગાડી કંયાથી ભરેલ તે બાબતે પુછતા જણાવેલ કે મો.નં. ૮૮૯૧૭૦૯૧૨૩ નાઓએ આ વિદેશી દારૂ ભરાવીને આઇસર ગાડી ગોવા કરસન વાડ ખાતે આપી ગયેલ અને આ વિદેશી દારૂ ભરેલ આઇસર ગાડી કોને આપવાની છે તે બાબતે મને કોઇ ખબર નથી પરંતુ તેઓએ મને ફોનમાં જણાવેલ કે ગુજરાત હાલોલ ગોધરા હાઇવે ઉપર જઈ ફોન કરવા જણાવેલ તેવી હકીકત હીન્દીમાં જણાવેલ જેથી કરજણ પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ ૪૬૫, ૪૭૧ તથા પ્રોહી એક્ટ કલમ-૬૫એ-ઈ,૯૮(૨),૮૧,૮૩ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી (૧) બીનુ થોમસ ચાકો ઉ.વ.૩૭ ધંધો. ડ્રાઇવીંગ રહે.કનમથરા હાઉસ, અદીમાલી પંચાયત, ગામ મન્નકન્ડમ તા.દેવીકુલમ જી. ઇડુકી (કેરલા) હોવાનું સામે આવ્યું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *