Geo Gujarat News

ભરૂચ : ને.હા.નં. ૪૮ પર રાંધણ ગેસ ભરેલો ટેમ્પો પલટી ગયો, ટેમ્પો ચાલક ઇજાગ્રસ્ત, શદનશીબે કોઈ જાનહાની નહીં

આજે વહેલી સવારે ને.હા.નંબર ૪૮ પર મુંબઈ તરફથી એક આઇસર ટેમ્પો નં.MH 15 DK 9599 રાંધણ ગેસના સિલિન્ડરો ભરી વડોદરા તરફ જઈ રહ્યો હતો. તે વેળા અસુરીયા પાટિયા પાસે પલટી જતા રસ્તા ઉપર ગેસના સિલિન્ડરો પડતા અને ટેમ્પો રસ્તા વચ્ચે પડતા ત્રાફિક જામ થઈ ગયો હતો. આ અકસ્માતમાં ટેમ્પા ચાલક ઇજા ગ્રસ્ત થતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. અકસ્માતની જાણ નબીપુર પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટેમ્પોને ક્રેઇન ની મદદ થી રસ્તાની બાજુએ ખસેડી ગેસના સિલિન્ડરો હટાવી ત્રાફિકને હળવો કરાયો હતો. સદનસીબે આ ગેસ સિલિન્ડરો ખાલી હોવાથી કોઈ મોટો બનાવ બનવા પામ્યો ન હતો.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *