Geo Gujarat News

અંકલેશ્વર: ટ્રેનની અડફેટે અજાણ્યા આધેડનું મોત નિપજ્યું, પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ટ્રેનની અડફેટે આધેડનું મોત નિપજ્યું હતું. અંકલેશ્વએ એ.ડિવિઝન પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત રાત્રીના ભરૂચ-અંકલેશ્વર વચ્ચે અંકલેશ્વરથી ભરૂચ તરફ જતી કોઈ પણ ટ્રેનની અડફેટે આવી જતા અજાણ્યા આધેડ વયની ઉંમરના ઇસમનું ગંભીર ઇજાઓના પગલે મોત નિપજ્યું હતું. બનાવ જાણ થતાંજ અંકલેશ્વર એ.ડિવિઝન પોલીસનો કાફલો બનાવવાળી જગ્યાએ પહોંચ્યો હતો. મૃતદેહ ઝાડીઓમાં પડેલો હોઈ જેથી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવતા ધર્મેશ સોલંકી તેઓની ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચી મૃતદેહને બહાર કાઢી ગડખોલ PHC સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયો હતો. રેલવે ટ્રેકની બાજુમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતા ટ્રેનની અડફેટે ઇસમનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મરણજનાર ઈસમ કોણ છે, ક્યાંનો છે., કયા કારણોસર મોત નિપજ્યું છે.? તે દિશામાં પોલીસે વધુ તપાસ આરંભી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *