ભરૂચ કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માગરોળાએ ભોલાવ સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજી ગુજરાતના તમામ ખેડૂતોને અપીલ કરી જણાવ્યું હતું કે હાલમાં ખેડૂતો દ્વારા ખેડુતોની વિવિધ પડતર માંગોને લઇને કિસાન આંદોલન શરૂ કરવામાં આવેલ છે અને આવતીકાલે ૧૬ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ ભારત બંધનું એલાન ખેડૂતો દ્વારા આપવામાં આવેલ છે. આ કિસાન આંદોલન ગુજરાતના ખેડૂતોના પણ હિતમાં છે. ગુજરાતના ખેડૂતોના પણ અનેક પડતર પ્રશ્નો છે.જેમકે જમીન સંપાદનનું અયોગ્ય અને અપૂરતું વરતળ, નર્મદાના માનવસર્જિત પુરમાં નુકશાની અંગે અપૂરતું વળતર, કરજણ ,તાપી રિવર લિંક પ્રોજેક્ટ અટકેલો છે. પ્રદૂષણના કારણે ખેતી પાકો નષ્ટ થતા કોઈ મદદ નહિ અને એને અટકાવવા કોઈ આયોજન નથી.અપૂરતી વીજળી, સિંચાઇના પાણીથી વંચિત આ જિલ્લો છે. જેથી ગુજરાતમાં અને ભરૂચ નર્મદા જિલ્લાના પણ તમામ ખેડૂતઓ ભારત બંધનાં એલાનને સમર્થન જાહેર કરી એક દિવસ ખેતીના કામથી દૂર રહી ખેડુત આંદોલનને સમર્થ આપવા અપીલ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે જિલ્લાના ખેડૂતો એક દિવસ માટે પોતાના કામ થી અળગા રહી આંદોલન કરતા ખેડૂતો ના મનોબળ વધારવા અપીલ કરી હતી.આ આંદોલનને ખેડભ્રમહા ના ધારાસભ્ય તુષાર ચૌધરી, મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને ખેડૂત અને સહકારી આગેવાન દર્શન નાયક, કોંગ્રેસના વાઘધાના ધારાસભ્ય અનંત પટેલ સહિતના ખેડૂત આગેવાનો દ્વારા પણ પોતપોતાના વિસ્તારમાં આ ખેડૂત આંદોલનને સમર્થન આપવામાં આપનાર છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com