વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના મોટામિયાં માંગરોલની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી, હર્ષ બ્રહ્મભટ્ટ, પૂર્વ એડિશનલ સેક્રેટરી ગુજરાત સરકાર તથા પૂર્વ એડીશનલ સેક્રેટરી મુખ્ય મંત્રી, ઉત્તરાધિકારી ડૉ મતાઉદ્દીન ચિશ્તી તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહી વિવિધ કૃતિ નિહાળી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. પાલેજ – વલણ માર્ગ પર આવેલા HHMC એજયુકેશનલ કેમ્પસમાં આવેલ HHFMC પબ્લિક સ્કૂલ (હિઝ હોલીનેસ ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી પબ્લિક સ્કૂલ, CBSE)ના પ્રથમ વાર્ષિકોત્સવ ‘ઇથોસ’નું આયોજન કરવામાં આવ્યુ હતુ.કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત અતિથીઓનું પુષ્પ ગુચ્છ આપી ને સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમની શરૂઆત શાળાનાં નાના કલાકારો દ્વારા મધુર સ્વાગત ગીતની રજૂઆત સાથે થઈ હતી. સૌ પ્રથમ શાળાના બાળકો દ્વારા સુંદર નૃત્ય પ્રસ્તુતિ આપવામાં આવી હતી.આ પછી શાળાના આચાર્ય ત્રિશા જોહને પ્રથમ વર્ષનોનો વાર્ષિક એહવાલ રજુકર્યો હતો. ગાદીના ઉત્તરાધિકારી અને સંસ્થાના સ્થાપક, યુવા વિચારક ડૉ. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આપણે શિક્ષણને માત્ર પરિણામ સાથે જોડી દીધું છે. પણ એવું ન હોઈ શકે. પ્રક્રિયાનું અનુસરણ પણ અગત્યની ભૂમિકા ભજવે છે, શું બરાબર નથી તેનો ખ્યાલ હોવો જોઈએ, એ માટે પ્રયત્નશીલ રહેવું જરૂરી છે, બાળક શાળા છોડે ત્યાર પછી તેનામાં શિસ્ત, સમજણ અને સંસ્કારનો ત્રિવેણી સંગમ હોય તેનું નામ શિક્ષણ છે. આપણે બધા એકવીસમી સદીમાં જીવી રહ્યા છીએ. શિક્ષણ એક સંયુક્ત પ્રયાસ છે. એના વડે આપણે આગળ વધી શકીશું.

પૂર્વ એડીશનલ સેક્રેટરી ગુજરાત સરકાર તથા પૂર્વ એડીશનલ સેક્રેટરી મુખ્ય મંત્રી હર્ષ બ્રહ્મભટ્ટ દ્રારા વર્ષના વિજેતા વિદ્યાર્થીઓને વર્ષ દરમ્યાન હાથ ધરાયેલી પ્રવૃતિઓમા સિદ્ધિઓ બદલ શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના વક્તવ્યમાં કાર્યક્રમનાં ભરોભાર વખાણ કર્યા હતાં, તેઓએ બાળકોની કૃતિને કાર્યક્રમ તરીકે નહિ જોતાં બાળકોમાં રહેલી કલા પર વિષેશ પર ભાર મુક્યો હતો. બાળકોએ ગુજરાતી, પંજાબી, આસામી,રાજસ્થાની, નાટક, નૃત્યકલા રજૂ કર્યા તેની સરાહના કરી હતી. પૂજા સિંગ, ધ્રૂવિશા જાદવ અને શ્રીમોયી શીનુએ સુંદર મંચ સંચાલન કર્યું હતું. કાર્યક્રમનાં અંતમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો, અને સૌએ શિક્ષકો અને વિદ્યાર્થીઓની મહેનત બિરદાવી હતી, અંતે સૌએ સમૂહ ભોજન લીધા બાદ કાર્યક્રમનું સમાપન કરાયું હતું.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com