Geo Gujarat News

દાહોદ: લીમખેડા, પીપલોદ, સીંગવડથી મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા જવા માટે રવાના, યાત્રીઓને હરખભેર વિદાય અપાય

1300 થી વધુ રામભક્તો ટ્રેનમાં અયોધ્યા જવા રવાના થયા
1300 થી વધુ રામભક્તો ટ્રેનમાં અયોધ્યા જવા રવાના થયા

દાહોદ લોકસભા સીટમાં આવતા સાત વિધાનસભા મત વિસ્તારમાંથી કુલ 1384 રામ ભક્તો પ્રભુ શ્રીરામ ના દશનાર્થે સ્પેશિયલ આસ્થા ટ્રેન દ્વારા રવાના થયા હતા. જેમાં લીમખેડા મંડળમાંથી 100 રામ ભક્તો હતા.આ ટ્રેન પીપલોદ લીમખેડા દાહોદ થી અયોધ્યા જવા માટે રવાના થઈ હતી. આ ટ્રેનને દાહોદ રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપીને પ્રશસ્થાન કરાવ્યું હતું. જય શ્રી રામના નારાથી રેલ્વે સ્ટેશન ગુંજી ઉઠ્યું હતું. વડેલા આશ્રમશાળા ના આચાર્યશ્રી પંકજભાઈ પટેલે પણ તેમની ટીમ સાથે ઢોલક મંજીરા સહિત ના વાજિંત્ર સાથે રેલ્વે કોચમાં રામધુન મચાવી હતી. આ પ્રસંગે લીમખેડા સર્કિટ હાઉસ ખાતે યાત્રીઓને કાર્ડ વિતરણ કરી લીમખેડા મંડળના પ્રમુખ રતનસિંહ રાવત, મહામંત્રી અનિલભાઈ શાહ, મહામંત્રી રમેશભાઈ મીનામા, પત્રકાર યોગેશભાઈ શાહ, દીપકભાઈ રાવલ,જિલ્લા પંચાયત સભ્ય કાંગાભાઈ, જિલ્લા ઉપપ્રમુખ પાર્વતીબેન ડાંગી, મહિલા મોરચા પ્રમુખ પાંગલીબેન ડામોર, ઉપપ્રમુખ કનકસિંહ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોદ્દેદારોએ યાત્રીઓને લીમખેડા રેલ્વે સ્ટેશનથી હરખ ભેર વિદાય આપી હતી.

રિપોર્ટ: દિપક રાવલ દાહોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *