Geo Gujarat News

દાહોદ: આગામી બોર્ડની પરીક્ષા અન્વયે કલેકટરના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ

એસએસસી એચએસસી માર્ચ ૨૦૨૪ બોર્ડની પરીક્ષા અન્વયે દાહોદ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

કલેકટર શ્રી યોગેશ નિરગુડે એ જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાના તમામ અધિકારીશ્રીઓને ઓબ્ઝર્વર તરીકે ફરજ સોંપવામાં આવશે. તેમજ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના તમામ સભ્યો એસએસસી અને એચએસસી પરીક્ષા સંદર્ભે ચર્ચા કરી હતી. દાહોદ જિલ્લામાં પરીક્ષા દરમિયાન તમામ બિલ્ડીંગ ઉપર સીસીટીવી રેકોર્ડિંગ થાય તમામ વિદ્યાર્થીઓને ફર્નિચર અને પીવાના પાણીની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે અંગે સૂચન કર્યુ હતું. બેઠકમાં સભ્ય સચિવ અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સુરેન્દ્રકુમાર.દામા એ જિલ્લામાં યોજાનાર પરીક્ષાની તૈયારીઓ અને આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી તેઓએ વિશેષમાં જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં ધોરણ ૧૦ ની પરીક્ષામાં કુલ ત્રણ ઝોન દ્વારા પરીક્ષા લેવામાં આવશે દાહોદ ઝોન ૬૩ માં કુલ ૪૬ બિલ્ડીંગ અને ૪૫૪ બ્લોક, લીમખેડા ઝોન ૬૪ માં કુલ ૫૨ બિલ્ડિંગ અને ૫૨૩ બ્લોક જ્યારે ઝાલોદ ઝોન ૮૩ માં કુલ ૪૧ બિલ્ડીંગ અને ૪૩૬ બ્લોક આમ કુલ ૧૩૯ બિલ્ડીંગ ના ૧૪૧૩ બ્લોકમાં અંદાજિત ૪૨,૩૯૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે તેવી જ રીતે ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષામાં દાહોદ ઝોન દ્વારા પરીક્ષા લેવામાં આવશે જેમાં વિજ્ઞાન પ્રવાહના ત્રણ પરીક્ષા કેન્દ્રના ૧૧ બિલ્ડિંગમાં ૧૦૯ બ્લોકમાં ૨૧૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.તેમજ સામાન્ય પ્રવાહમાં ૧૯ પરીક્ષા કેન્દ્ર ઉપર ૬૩ બિલ્ડિંગમાં ૬૯૬ બ્લોકમાં ૨૦,૮૮૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે.શ્રી સુરેન્દ્રકુમાર.એલ દામા એ જિલ્લામાં યોજાનાર પરીક્ષાની તૈયારીઓ અને આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ,પ્રયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા,એ.એસ.પી શ્રી કે.સિદ્ધાર્થ,નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી.પાંડોર, સહિત તથા પરીક્ષા સમિતિના અધિકારીશ્રીઓ અને કર્મચારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ: દિપક રાવલ – દાહોદ

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *