Geo Gujarat News

ભરૂચ: વલણ હોસ્પિટલ ખાતે એન.આર.આઈ સખીદાતાંઓનો સન્માન સમારોહ યોજાયો

વલણ હોસ્પિટલ ખાતે એન.આર.આઈ સખીદાતાંઓનો સન્માન સમારોહ યોજાયો. માદરે વતન પધારેલાં એન.આર.આઈ મિત્રો નું ઉષ્માભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.સમારંભની શરૂઆતમાં તિલાવતે કુરાને પાક થી કરવામાં આવી હતી. વલણ સોશ્યલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત વલણ વેલફેર હોસ્પિટલ ખાતે ઇન્ડિયા યુકે નાં ટ્રસ્ટીઓનાં સહયોગ અને વલણ હોમિયોપેથીક કોલેજના સંયુક્ત ઉપક્રમે આયોજિત સમારંભમાં કોલેજના આચાર્ય સી કે દાસ તેમજ વલણ હાઈસ્કૂલ નાં પ્રિન્સિપાલ સાજીદ ભાઈએ ટ્રસ્ટની કામગીરીની સરાહના કરી હતી.અને વતન પ્રેમી એન આર આઈ નાગરિકો દ્વારા વલણ સોશ્યલ વેલફેર ટ્રસ્ટ સંચાલિત વલણ સાર્વજનિક હોસ્પિટલ તેમજ વલણ હોમિયોપેથીક કોલેજ ને ઉદાર હાથે આપતી સખાવત ની પ્રશંસા કરી હતી. અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.

આયોજિત સમારંભ માં ઉપસ્થિત વિષેશ અતિથિ હાજી મુશા ભાઈ ડકરી /હાજી બસીર ભાઈ દાણા /મૌલાના મહંમદ ભાઈ આદમ ભાઈ /મહંમદ ભાઈ જર્મન/મૌલાના મુબારક મનીયા યુનુસભાઈ અમદાવાદી તેમજ મૌલાના હુજેફા વસ્તાનવી અક્કલકુંવા ઉપસ્થિત રહ્યાં હતાં.વલણ વેલફેર ટ્રસ્ટનાં સેક્રેટરી ઇકબાલ ભાઈ ઇખરીયા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ તેમજ હોમિયોપેથીક કોલેજ સંબધી કામગીરી નો વિસ્તૃત એહવાલ રજૂ કર્યો હતો.અતિથિ વિષેશ મૌલાના હુજેફા વસ્તાનવીએ તેમનાં વક્તવ્યમાં વલણ વેલફેર ટ્રસ્ટ ઇન્ડીયા યુકે નાં ટ્રસ્ટીઓ સખીદાતાંઓ તેમજ સંચાલકો ની સરાહના કરી હતી.ઉતરોઉતર પ્રગતિની શુભ કામના પાઠવી હતી અને ભવિષ્યમાં વલણ ખાતે સાયન્સ બી ફાર્મ કોલેજ અને યુનિવર્સીટી પણ બને એવી શુભેચ્છા પાઠવી હતી.

ભરુચી વોરા વેલફેર ટ્રસ્ટ નાં પ્રમુખ યુનુસભાઈ અમદાવાદી એ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ યુનિટ ને ખુબજ મજબૂતાઈ થી આગળ વધવાનું અને સમાજ નાં તમામ ટપકાં ઓ લાભ લઈ શકે અને સમાજ એજ્યુકેટેડ બની એ દેશ નાં વિકાસ માં પોતાનું યોગદાન આપે એ માટે તમામ જે આયોજનો છે તેમાં સંપૂર્ણ રીતે મદદરૂપ બનવાની બાંહેધરી આપી આ યુનિટ ને મેડિકલ કોલેજ અને દીન યુનિવર્સિટી બનાવવાનું સ્વપ્નું છે એ મેહનતો દ્વારા પૂરું કરવામાં આવશે એમ જણાવ્યું હતું.આ પ્રસંગે ટ્રસ્ટનાં પ્રમુખ અબ્દુલ વલી મટક / ઇકબાલ ઇખરીયા સેક્રેટરી સહિત ટ્રેસ્ટના સદસ્યો હોમિયોપેથીક કોલેજ નાં વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં વલણ સહિત પંથકનાં વતન પ્રેમ એન આર આઈ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.સમારંભમાં અંતે મૌલાના મહંમદ ભાઈ આદમ ભાઈ એ ઉપસ્થિત સૌ મહેમાનોની આભારવિધિ કરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *