Geo Gujarat News

ભરૂચ: પાલેજ નજીક મોડી રાતે આઇસર ટેમ્પાએ ત્રણ લોકોને અડફેટે એકનું મોત, જ્યારે બે ને ઇજાઓ થવા પામી હતી.

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર ગત મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં એક બાર વર્ષના કિશોરનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર એક આઇશર ટેમ્પો ચાલકે પોતાનું વાહન પુરઝડપે, ગફલતભરી રીતે હંકારી સર્વિસ રોડ પર ચાલી રહેલા યશ કુમાર પ્રજાપતિ, જ્યોતિબેન તેમજ ગાયત્રીબેનને અડફેટે લેતા યશ કુમાર પ્રજાપતિને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન યશ કુમારનું મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અકસ્માતમાં જ્યોતિબેન તેમજ ગાયત્રીબેનને ઇજાઓ થતા તેઓને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતા પાલેજ પોલીસે ઘટના સ્થળે પહોંચી આઇશર ટેમ્પો ચાલક વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *