અંકલેશ્વરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પરથી પસાર થઇ રહેલી રેતી ભરેલી ટ્રકના પાછળના ટાયરની કમાન નીકળી જતાં મોટો અકસ્માત થતાં સહેજમાં રહી ગયો હતો. ભરૂચ અને સુરત વચ્ચેના હાઇવે પર અકસ્માતોની વણઝાર અટકવાનું નામ લઇ રહી નથી. બુધવારે સવારના સમયે અંકલેશ્વરની આમલાખાડી પાસે રેતી ભરેલી ટ્રકના પાછળના ટાયરની કમાન તુટી ગઇ હતી. પાછળના ટાયર નીકળી જતાં ટ્રક પલટી મારી ગઇ હતી. અકસ્માતના કારણે હાઇવે પર થોડા સમય માટે વાહનોની કતાર લાગી હતી. ક્રેઇન બોલાવી પલટી મારી ગયેલી ટ્રકને સીધી કરીને વાહનવ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવ્યો હતો. પલટી મારી ગયેલી ટ્રકના ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com