નવીન પોલીસ કવાર્ટર બનાવ્યા પણ પાણી માટેની કોઇ સુવિધા ઉપલબ્ધ નથી. હાલ પોલીસ સ્ટેશન કંપાઉન્ડમા આવેલ પાણીના જુના બોરમાંથી સમગ્ર પોલીસ લાઇનમા તેમજ પોલીસ સ્ટેશનમા પાણીનો ઉપયોગ કરવામા આવે છે. તેમજ પંચાયત તરફથી પણ પાણી અઠવાડિયામા એકાદ વાર પાણી આપવામા આવે છે.
આ બાબતે સ્થાનીક પંચાયતના વારંવાર રજૂઆત કરવામાં આવતા છતાં તલાટીશ્રીને ધ્યાન દોરવામાં આવતું નથી. પ્રજા માટે દિવસ રાત કામ કરતી પોલીસ ને જ સુવિધા નો અભાવ પડતો હોય તો, આમ વક્તિ નું હાલત થાય, નવીન પોલીસ લાઇન ખાતે નવીન હેડપંપ તથા કચરા પેટી માટે લેખિત રજુઆત કરવા છતા હાલ સુધી કોઇ સુવિધા કરવામા આવેલ નથી. નવીન હેડપંપ તથા નવીન પાણીનો બોર સ્વ – ખર્ચે કરવામા આવે તો પોલીસ કર્મચારીઓની પાણીની સુવિધા મળી રહે તેમ છે. હાલ કર્મચારીઓ પીવાના પાણીની જગ બહારથી પોતાના ખર્ચે મંગાવવા પડે છે. આ સમગ્ર અગવડતા પડી રહી છે, એ વહેલી તકે પુરી થાય એવી લીમખેડા પોલીસ માંગણી કરી હતી. આ નવીન પોલીસ લાઈન પાણી ના બોર ની વ્યવસ્થા પહેલા થી જ કરવામાં આવી નથી કે પછી પાણી ના બોર ખાલી માત્ર પેપેર જ બોલાય રહ્યું છે, તે બાંધકામ કરતી એજન્સી સામે સવાલ ઉઠે રહ્યા છે.
દિપક રાવલ – લીમખેડા, દાહોદ
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com