Geo Gujarat News

આમોદ: કન્યાશાળા આછોદ ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ

પ્રાથમિક કન્યાશાળા આછોદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક કન્યાશાળા ની બાળાઓએ 50 કૃતિઓ રજૂ કરી. બાળ વૈજ્ઞાનિકોએ પોતાની સુજબુજ અને વિજ્ઞાન શિક્ષકના માર્ગદર્શન હેઠળ ખુબ જ સરસ મોડલ તૈયાર કર્યા. આ મોડલને નિહાળવા પ્રાથમિક કુમાર શાળા ના વિદ્યાર્થીઓ, ધી સાર્વજનિક હાઈસ્કૂલ આછોદ ના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉમટી પડ્યા હતા. પ્રાથમિક કન્યાશાળા આછોદમાં NGO નનહીં કલી મેનેજર રિસોર્સ મોબિલાઇઝેશન સચી મુલ્કી મેડમ એ નનહીં કલી પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું. તથા વિદ્યાર્થીને વિજ્ઞાન ક્ષેત્રે ઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી તથા શાળાના એસએમસીના અધ્યક્ષ શ્રી ઈકરામભાઈ જેકા દ્વારા બાળાઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રીએ નસરીમ બાનુ સખીદાસ એ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી કરવા બદલ તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા. અને શાળાના વિજ્ઞાન શિક્ષક ઇમરાન સાહેબનો આભાર માન્યો હતો.


યાસીન દિવાન – આમોદ 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *