અંકલેશ્વર શહેરના સુપર કોમ્પ્લેક્સની ગેલેરીનો કેટલોક ભાગ ધરાસાય થતા દોડધામ મચી જવા પામી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પરંતુ શોપિંગની નીચે આવેલ કેટલીક દુકાનોને નુકસાન પહોંચ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર શહેર બ્રિજ નઞર વિસ્તારમાં આવેલ સુપર કોમ્પલેક્ષ શોપિંગ સેન્ટર ખાતે ગેલેરીનો કેટલોક હિસ્સો ધરાશાયી થતાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે સદનસીબે બપોરનો સમય હોવાથી ચહલપહલ ઓછી હોવાથી મોટી દુધૅટના સજૉતા અટકી હતી. જોકે ગેલેરીનો હિસ્સો નીચે આવેલ દુકાનોના શેડ ઉપર પડતા દુકાન માલિકોને ઑથિક નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. ધટનાની જાણ અંકલેશ્વર ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી શોપિંગના મકાનોમાં રહેતા લોકોને બહાર લય આવ્યા હતા. તેમજ લટકી પડેલ શોપિંગના ભાગને ઉતારી લેવાની તજવીજ હાથ ધરી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે નઞરપાલિકા દ્વારા આવી જજૅરીત ઈમારતો ને વારંવાર નોટિસ આપવામાં આવે છે પરંતુ આ માલિકો આવી નોટિસ ને ગણકારતા નથી જેને કારણે આવી દુર્ઘટનાઓ બને છે તો નગરપાલિકા પણ આવી જજૅરીત ઈમારતો વહેલી તકે ઉતારી આવી બનતી ધટના ઓ અટકાવવા જરૂરી કાર્યવાહી કરે તે હવે જરૂરી બન્યું છે.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com