Geo Gujarat News

ભરૂચ: નબીપુર હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો, વિદ્યાર્થીઓ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવાઈ

ભરૂચ તાલુકાના નબીપુર હાઈસ્કુલમાં એસ.એસ.સી. અને એચ.એસ.સી. ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં અમદાવાદ ખાતેના મુસ્લિમ ધર્મગુરૂઓ ખાસ ઉપસ્થિત રહયા હતા. વિદાય વેળાએ શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવાઈ હતી.

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ ધી નબીપુર હાયર સેકન્ડરી સ્કુલ ખાતે આગામી ૧૧ માર્ચ ૨૦૨૪ થી ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાઓ શરૂ થનાર છે જે અંતર્ગત આજરોજ શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના બાળકોને વિદાય આપવાનો સમારંભ શાળા તરફથી યોજાયો હતો. જેમાં શાળા નો સમગ્ર શિક્ષકગણ, સંસ્થાના પ્રમુખ શ્રી અને તેમના તમામ સભ્યો અને અતિથિ વિશેષ તરીકે અમદાવાદ સ્થિત મુસ્લિમ ધર્મગુરુઓ સૈયદ અસીમ અલવી ( C A ), સૈયદ અરશદ હુસૈન અલવી ઉપસ્થિત રહયા હતા. શાળાના પ્રિન્સીપલે તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાનું જીવનમાં શુ મહત્વ છે તેની સમજ આપી તમામ બાળકોને શુભેચ્છાઓ આપી હતી.

ઉપસ્થિત મહેમાનોએ બાળકોને મુક્ત મને પરીક્ષા આપી જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપી હતી. શાળા કમિટિ વતી પ્રમુખ આબીદભાઈ મેમ્બર દ્વારા સૈયદ અસીમ અલવી એ હાલમાં મેળવેલ C A ની પદવી મેળવેલ હોય શાલ ઓઢાડી શુભેચ્છા પત્રક આપી તેમનું બહુમાન કરાયું હતું. અંતમાં શાળાના શિક્ષકગણ દ્વારા દરેક વિદાય પામનાર બાળકોને પુષ્પ આપી વિદાય અપાઈ હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *