Geo Gujarat News

જંબુસર: મૌલાના મુફ્તી સલમાન અઝહરીને જેલ મુક્ત કરવાની માંગ સાથે નાયબ મામલદારને આવેદન

મોડાસા સેશન કોર્ટે મૌલાનાને શરતી જામીન મળતાં જ જૂનાગઢ પોલીસે પાસા હેઠળ અટકાયત કરી હતી. મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને જેલ મુક્ત કરવાની માંગ સાથે આજરોજ જંબુસર નાયબ મામલદારને જંબુસર શહેરના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા એક આવેદન પાત્ર આપવામાં આવ્યું હતુ જેમાં જણાવ્યા પ્રમાણે મૌલાના મુફ્તી સલમાન અઝહરીને વિરૂદ્ધ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ ત્રણ જુદી જુદી એફ.આઇ.આર. ની કાર્યવાહીમાં સ્થાનિક કોર્ટે એ સમયાંતરે જામીન મુકત કર્યા છે.

પરંતુ મુફતી સલમાન અઝહરીને મોડાસા કોર્ટ દ્વારા જામીન મુકત કર્યાનાં થોડા કલાકો બાદ પોલીસ વિભાગ દ્વારા ચોક્કસ સમાજનાં ધાર્મિક ગુરુને યેનકેન પ્રકારે ટાર્ગેટ કરી કાયદાનો દુરૂપયોગ કરીને “પાસા” હેઠળ કાર્યવાહી કરીને વડોદરા સેન્ટ્રલ જેલના હવાલે કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે વધુમાં જણાવાયું છે કે આ પાસા ની કાર્યવાહીથી સમગ્ર રાજ્ય અને દેશનાં મુસ્લિમ સમાજ આઘાતની સાથે દુઃખની લાગણી ફેલાઇ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે મુફતી સલમાન વિરૂધ્ધ થયેલ પોલીસ વિભાગની કાર્યવાહી સામે જુનાગઢ, કચ્છ અને મોડાસા (અરવલ્લી) ત્રણે જીલ્લા કોર્ટ દ્વારા રેગ્યુલર જામીન આપવા છતાં જે “પાસા” ની કાર્યવાહી અસામાજીક/માથાભારે/બુટલેગર/ગેંગ સામે કરવાની હોય એવી કાર્યવાહી મુસ્લિમ સમાજનાં ઇસ્લામ ધર્મનાં પ્રચાર પ્રસાર કરતા ધાર્મિક ગુરૂ મુફતી સલમાન અઝહરી સામે કરવામાં આવતાં એ બાબતનો મુસ્લિમ સમાજ વિરોધ કરે છે અને મુફતી સલમાન અઝહરીને તાત્કાલીક અસરથી “પાસા” હેઠળ થયેલ કાર્યવાહીમાંથી જેલમુકત કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *