ભરૂચ જિલ્લાના નબીપુર સ્થિત નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા ભારત પેટ્રોલિયમ ના સહયોગ થી ને.હા. ૪૮ પર દયાવાન UP હોટલ, ખરોડ, પાનોલી ખાતે ડ્રાયવર, કંડકટર અને હેલ્પરોના સ્વાસ્થ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. આયોજિત કેમ્પમાં નબીપુર હોસ્પિટલનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. નબીપુર હોસ્પિટલના ડોકટર જીગીશા ચોકસીએ ડ્રાયવર, કાંકટર અને હેલ્પરોના સ્વાસ્થ્યનું નિદાન કરી યોગ્ય દવાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે નબીપુર હોસ્પિટલ ના ઓફિસ સ્ટાફ સહિત ભારત પેટ્રોલિયમ ના અધિકારીઓ હાજર રહયા હતા. આ કેમ્પનો મોટા પ્રમાણમાં લાભાર્થીઓ લાભ લીધો હતો. નબીપુર હોસ્પિટલ વતી હોસ્પિટલ ઓફિસ ઇન્ચાર્જ દ્વારા કેમ્પનું આયોજન કરવા બદલ ભારત પેટ્રોલિયમનો આભાર વ્યક્ત કર્યો હતો.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com