ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કુરચણ ગામના આદિવાસી સમાજના લોકો આજે હાથમા પ્લે કાર્ડ લઈ સુત્રોચાર સાથે ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા માટે આવી પહોંચ્યા હતા.
આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનોનું જણાવવું છે કે તેઓના ગામમાં ગ્રામ પંચાયત તરફ થી આદિવાસી સમાજ સાથે અન્યાય થઈ રહ્યો છે, આદિવાસી વિસ્તાર માં રોડ, રસ્તા ગટર જેવા પ્રથામિક સુવિધાઓ મુદ્દે પણ અવાર નવાર રજુઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવી રહ્યું નથી

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે સ્મશાન માટેની માંગણી મામલે પણ કોઇ જાતનું ધ્યાન અપાયું નથી તેમજ વિસ્તારમાં આવેલ આંગણવાડી પણ ત્રણ વર્ષ થી તોડી પડાઈ છે તેને પણ ગ્રાન્ટ મંજુર છે. છતાં બનાવવામાં આવી રહી નથી, સરકારની યોજનાઓનો લાભ આપવામાં આવતા નથી, સાથેજ ગ્રામ પંચાયતમાં આદિવાસી સમાજ ના લોકો કોઇ પણ જાતનું કામ લઈને જાય તો તેઓને ધરમના ધક્કા ખવડાવવામાં આવે છે. તેમજ બીજા સમાજના લોકોના કામો તાત્કાલિક થઈ જતા હોય છે, તેવા આક્ષેપો સાથે આજે આદિવાસી સમાજના લોકોએ કલેકટરમેં આવેદન પાઠવી કુરચણ ગ્રામ પંચાયતના વહીવટ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com