Geo Gujarat News

વાગરા: વોરાસમની ગામમાં હોળી પ્રગટાવવાના સમયે એક યુવક દાઝયો: ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ સિવિલમાં ખસેડાયો

ગતરોજ હોળીનો તહેવાર હોય અનેક ગામો અને શહેરોમા હોળી પ્રગટાવવા આવી હતી.જેની લોકોએ પૂજા અર્ચના કરી હતી.ત્યારે ભરૂચ જિલ્લાના વોરાસમની ગામમાં પણ ગ્રામજનો દ્વારા હોળીનું આયોજન કર્યું હતું.ગામમાં હોળી પ્રગટાવવાના સમયે ગામનો એક 23 વર્ષીય કરણ વસાવા નામનો યુવક હાથે, પગ,ઘૂંટણ,પેટ અને ગળાના ભાગે દાઝયો હતો. જૅથી ગ્રામજનોએ તેને બચાવી તાત્કાલિક સારવાર 108 એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *