Geo Gujarat News

વાગરા: શંકાસ્પદ લોખંડના સળિયા સાથે 2 ટ્રેલર ઝડપાયા, 24 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

વાગરા તાલુકાના મૂલેર ગામ નજીકથી શંકાસ્પદ લોખંડના સળિયા સાથે 2 ટ્રક ટ્રેલરને વાગરા પોલીસે ઝડપી લઇ 24 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાગરા પોલીસ મથકનો સ્ટાફ મુલેર ચોકડી વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતો. તે દરમિયાન દહેજ તરફથી મુલર બાજુથી ટ્રેલર નંબર GJ-12-BT-9009 માં શંકાસ્પદ લોખંડના સળિયા ભરી ડ્રાઈવર અને ક્લીનર આવી રહ્યા હતા. તે વેળા પોલીસે ટ્રેલરને અટકાવી સઘન પૂછતાછ કરતાં તેઓ કોઈપણ આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા. પોલીસે શંકાસ્પદ લોખંડના સળીયાનો જથ્થો જપ્ત કર્યો હતો. તો બીજી તરફ પણ અન્ય એક શંકાસ્પદ સળિયા ભરેલ ટ્રેલર ચાંચવેલ નજીક હોવાની વિગતો સામે આવી હતી. જે બાબતે તપાસ કરતા ટ્રેલર નંબર GJ-03-BV-8828 પણ શંકાસ્પદ લોખંડના સળિયા સાથે ઝડપાય આવ્યું હતું. બંને ટ્રેલરની કિંમત 22 લાખ તેમજ શંકાસ્પદ લોખંડના સળીયાના જથ્થાની કિંમત 2.30 લાખ મળી કુલ 24 લાખ 30 હજારનો મુદ્દામાલ પોલીસે કબ્જે લીધો હતો. અને જ્ઞાનેશ્વર છગનભાઈ પાટીલ, વંશ ઉર્ફે રિક્કી જીવણ કુમાર દેવરાજ અને ધનારામ પુનારામ ચૌધરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નઈમ દિવાન, વાગરા

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *