વસ્તી ખંડાલી ગામના રહેવાસી સાજીદ દિવાની દીકરી આફીયાએ રમઝાન માસના 29 રોજો રાખી અલ્લાહની બંદગી કરી છે હાલ મુસ્લિમ સમાજના વિશેષ મહત્વ ધરાવતું રમજાન માંસ ચાલી રહ્યો છે ઇસ્લામાં રહેમતોનો મહિનો એટલે કે રમજાન ગણવામાં આવે છે જેમાં મુસ્લિમ સમાજના દરેક નાના ભૂલકાઓથી લઈને મોટાં વ્યક્તિઓ રોજા રાખી નમાજ પડી ખુદાની બંદગી કરતા હોય છે અત્યારે અવશ્યક ગરમી પડી રહી છે ત્યારે પણ સતત 14 થી 15 કલાક સુધી ભૂખ્યાત તરસ્યા રહી રોજો રાખે છે અને ઈબાદત કરે છે આવા કફોડી સમયમાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામમાં રહેતા. આફીયા સાજીદ દિવાન 9 વર્ષના બાળકીએ રોજો રાખી ખુદાની બંદગી કરી લોકોના હકમાં દુવાઓ કરી હતી. માત્ર 9 વર્ષની બાળકીએ રોજા રાખી અલ્લાહની બંદગી કરી છે બાળકીના પરિવારજનો એ બાળકીને ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.

નઈમ દિવાન, વાગરા
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com