Geo Gujarat News

આમોદ: નાહિયેર ખાડી પાસે કાર બ્રીજની રેલિંગમાં ઘૂસી જતાં કારમાં સવાર બે ઈસમના મોત

  • કારમાં આગળ બેઠેલા ડ્રાઇવર સહિત બે નો એર બેગ ખુલી જતાં આબાદ બચાવ થયો.

આમોદ તાલુકાના નાહીયેર ગામની ખાડી પાસે આજ રોજ સવારે હુંડાઈ વેન્યુ ગાડી ખાડીની દીવાલમાં ઘૂસી જતાં કારમાં પાછળની સીટમાં બેઠેલા બે ઈસમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.જ્યારે કારમાં ડ્રાઇવર સહિત આગળ બેઠેલા બંને ઈસમને એર બેગ ખુલી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો.જોકે તેમને સામાન્ય ઇજા થતાં આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.આમોદ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુંબઈ નવી ગાડી જોવા માટે ગયેલા ચાર મિત્રો ગાડી જોઈને સવારે ચાર કલાકે પરત આવી રહ્યા હતા ત્યારે હુંડાઈ વેન્યુ કારના ચાલક સમીર કાસમ ઘાંચી રહે.માસરરોડ.તા.પાદરા જી.વડોદરાએ પોતાના કબજામાની ગાડી બેફામ હંકારી લાવી નાહિયેર ખાડીના બ્રીજની પાળી સાથે ધડાકાભેર અથડાતા ગાડીમા સવાર ચાર પૈકી પાછળ બેઠેલા બે ઈસમો નામે મહમ્મદ રફીક સરફુદ્દીન મલેક ઉ.વ.૫૨ રહે.નેશનલ પાર્ક જંબુસર તેમજ નબીજી અબ્દુલ ભાઈ ઘાંચી ઉ.વ.૩૩ રહે માસરરોડ. તા.પાદરા જી.વડોદરાનું ઘટના સ્થળે જ મોત થયું હતું.જયારે વાહન ચાલક સમીર કાસમ ઘાંચી અને મોઇન અબ્દુલ મલેક જે કારમાં આગળ બેઠા હતા.તેમની એર બેગ ખુલી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. તેઓ સામાન્ય ઇજાગ્રસ્ત થતાં બંનેને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.આમોદ પોલીસે મોઈન અબ્દુલ મલેકની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

યાસીન દિવાન, આમોદ 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *